Yogya Jivansathi Kevi Rite Shodhvo?
આ પુસ્તક તમારાં જીવનમાં શું બદલાવ લાવી શકે? યોગ્ય જીવનસાથી કેવી રીતે શોધવો? આ પુસ્તક કોઈ કાલ્પનિક વાતો ઉપર નિર્ધારિત નથી. આપણો સમાજ એક વળાંક લઈ રહ્યો છે જે વળાંક અમુક કિસ્સામાં સાચો પણ છે અને સાથે ઘણી નકારાત્મકતા આજના સામાજિક વ્યવસ્થા ઉપર પણ પડી છે. માતાપિતા પોતાનાં દીકરા કે દીકરીઓને અમુક વસ્તુઓ સમજાવી નથી શકતાં. આજનો યુવાન પોતાના જ વિચારોમાં રાચી રહ્યો છે અને ત્યાં આ સમાજનો વારસો સાચવવાની જવાબદારી કોની તે મહત્ત્વનો પ્રશ્ન બન્યો છે. તેથી જ મારું પુસ્તક આ મહત્ત્વના પ્રશ્નો ઉપર પ્રકાશ પાડવા માગે છે ઃ * બાહ્ય દેખાવ કે અંતરમન કોને પસંદ કરશો? * મારે લગ્ન કરવા કે નહીં? * જીવનસાથીને નક્કી કરવા કયા પરિબળો મહત્ત્વના છે? * જીવનસાથી શોધવા માટે કયું માધ્યમ સાચું? * શું જ્ઞાતિમાં લગ્ન કરવા? * પ્રેમલગ્ન કે અરેન્જ મૅરેજ? * શા માટે આટલા બધા ઓપ્શન (બાયોડેટા) જોવાની જરૂર છે? * પહેલી મીટિંગ કેમ કરવી? * મારે ક્યારે હા પાડવી અને એકમેકને કેમ સમજવા? મહત્ત્વના બધા જ સળગતા પ્રશ્નોના ઉત્તરને આવરી લેવાનો મારો પ્રયત્ન આપને આપની ઓળખ કરવામાં મદદરૂપ બનશો.
₹300.00 Original price was: ₹300.00.₹250.00Current price is: ₹250.00.